નિદર્દોષ ઠરાવીને છોડી મૂકવાના હુકમ સામેની અપીલમાં આરોપીની ધરપકડ - કલમ : 431

નિદર્દોષ ઠરાવીને છોડી મૂકવાના હુકમ સામેની અપીલમાં આરોપીની ધરપકડ

કલમ-૪૧૯ હેઠળ અપીલ રજૂ કરવામાં આવે ત્યારે ઉચ્ચન્યાયાલય આરોપીને પકડવા અને પોતાની કે પોતાની સતા નીચેના કોઇ ન્યાયાલય સમક્ષ રજૂ કરવા ફરમાવતું વોરંટ કાઢી શકશે અને જેની સમક્ષ તેને રજૂ કરવામાં આવે તે ન્યાયાલય અપીલનો નિકાલ થતા સુધી તેને જેલમાં મોકલી શકશે અથવા તેને જામીન ઉપર છોડી શકશે.