
અપીલ ન્યાયાલયના બે જુદા જુદા અભિપ્રાય ધરાવતા જજની સંખ્યા સરખી હોય ત્યારે કાયૅરીતિ
આ પ્રકરણ હેઠળની અપીલ ઉચ્ચન્યાયાલયની જજોની બેંન્ચ સમક્ષ સાંભળવામાં આવે અને તેઓ વચ્ચે મતભેદ હોય ત્યારે તે અપીલ તેમના અભિપ્રાય સહિત તે ન્યાયાલયના અન્ય જજ સમક્ષ મૂકવી જોઇશે અને તે જજ પોતાને યોગ્ય લાગે તે સુનાવણી કયૅા પછી પોતાનો અભિપ્રાય આપવો જોઇશે અને ફેંસલો કે હુકમ તે અભિપ્રાય અનુસાર હોવો જોઇશે.
પરંતુ બેન્ચમાંના એક જજ અથવા આ કલમ હેઠળ જેના સમક્ષ અપીલ મૂકવામાં આવી હોય તે અન્ય જજ તેવું સૂચવે તો જજોની વિસ્તૃત બેન્ચે અપીલની ફરી સુનાવણી કરવી જોઇશે અને તેના નિણૅય કરવો જોઇશ.
Copyright©2023 - HelpLaw