
અપીલમાં થયેલ ફેંસલા અને હુકમો આખરી હોવા બાબત
કલમ-૪૧૮, કલમ-૪૧૯, કલમ-૪૨૫ ની પેટા કલમ (૪) અથવા પ્રકરણ-૩૨માં જેના અંગે જોગવાઇ કરવામાં આવી હોય તે સિવાય અપીલમાં અપીલ ન્યાયાલયે આપેલા ફેંસલા અને હુકમો આખરી ગણાશે
પરંતુ કોઇપણ કેસમાં દોષિત ઠરાવતા હુકમ સામેની અપીલનો આખરી નિકાલ થયો હોવા છતા અપીલ ન્યાયાલય નીચેની અપીલ ગુણદોષ સબંધમાં સાંભળીને તેનો નિકાલ કરી શકશે
(એ) તે જ કેસમાંથી ઉપસ્થિત થતી કલમ-૪૧૯ હેઠળની નિદોષ ઠરાવી છોડી મૂકવાના હુકમ સામેની અપીલ અથવા
(બી) તે જ કેસમાંથી ઉપસ્થિત થતી કલમ-૪૧૮ હેઠળની સજા વધારવા માટેની અપીલ
Copyright©2023 - HelpLaw