
અપીલ બંધ પડવા બાબત
(૧) કલમ-૪૧૮ કે કલમ-૪૧૯ હેઠળની દરેક અપીલ આરોપીનું મૃત્યુ થયે કાયમ માટે બંધ પડશે
(૨) (દંડની સજા ઉપર થયેલી અપીલ સિવાયની) આ પ્રકરણ હેઠળની બીજી દરેક અપીલ અપીલ કરનારનું મૃત્યુ થયે કાયમ માટે બંધ પડશે.
પરંતુ દોષિત ઠરાવીને મોતની કે કેદની સજા કરતા હુકમ સામે અપીલ કરવામાં આવી હોય અને અપીલનો નિણૅય થતા દરમ્યાન અપીલ કરનાર મૃત્યુ પામે તો તેનો નજીકનો કોઇપણ સગો અપીલ ચાલુ રાખવાની પરવાનગી માટે અપીલ કરનારના મૃત્યુના ૩૦ દિવસની અંદર અપીલ ન્યાયાલયને અરજી કરી શકશે અને પરવાનગી આપવામાં આવે તો અપીલ બંધ પડશે નહી.
સ્પષ્ટીકરણઃ- આ કલમમાં નજીકનો સગો એટલે મા કે બાપ, પતિ કે પત્ની, સીધો ઉતરતી પેઢીનો વંશજ, ભાઇ કે બહેન
Copyright©2023 - HelpLaw