
ફેરતપાસની સતા વાપરવા માટે રેકડૅ મંગાવવા બાબત
(૧) ઉચ્ચન્યાયાલય કે કોઇ સેશન્સ જજ પોતાની સ્થાનિક હકૂમતની અંદર આવેલા કોઇપણ નીચલી ફોજદારી ન્યાયાલયે આપેલા કોઇ નિણૅયના અથવા કરેલ કોઇ સજા કે હુકમના ખરાપણા કાયદેસરતા કે ઔચિત્ય વિષે અને એવી નીચલા ન્યાયાલયની કોઈ કાયૅવાહી નિયમસર હોવા વિષે ખાતરી કરવા માટે એવા ન્યાયાલય સમક્ષની કોઇપણ કાયૅવાહીનું રેકડૅ મંગાવી તેને તપાસી શકશે અને રેકડૅ તપાસી લેવામાં આવે ત્યાં સુધી કોઇ સજા કે હુકમનો અમલ મોકૂફ રાખવા અને આરોપી અટકાયતમાં હોય તો તેને જામીન ઉપર અથવા તેના પોતાના જાતમુચરકા અથવા જામીનખત ઉપર છોડવાનો તે રેકડૅ મંગાવતી વખતે આદેશ આપી શકશે.
સ્પષ્ટીકરણઃ-એકિઝકયુટિવ કે જયુડિશિયલ અને અવ્વલ કે અપીલ હકૂમત ભોગવતા તમામ મેજિસ્ટ્રેટો આ પેટા કલમ અને કલમ-૪૩૯ ના હેતુઓ માટે સેશન્સ જજથી નીચલા દરજજાના ગણાશે.
(૨) પેટા કલમ (૧) થી મળેલી ફેરતપાસની સતા કોઇપણ અપીલ, તપાસ, ઇન્સાફી કાયૅવાહી કે બીજી કાયૅવાહીમાં થયેલા વચગાળાના હુકમના સબંધમાં વાપરી શકાશે નહી.
Copyright©2023 - HelpLaw