
તપાસ કરવાનો હુકમ કરવાની સતા
કલમ-૪૩૮ હેઠળ કોઇ રેકડૅ તપાસ્યા પછી કે બીજી રીતે ઉચ્ચન્યાયાલય અથવા સેશન્સ જજ કલમ-૨૨૬ કે કલમ-૨૨૭ ની પેટા કલમ (૪) મુજબ કાઢી નાખેલી કોઇ ફરિયાદ અંગે અથવા કોઇ ગુનાના આરોપીને છોડી મૂકવામાં આવ્યો હોય તેવા કેસ અંગે ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટને જાતે કે તેની સતા નીચેના કોઇ મેજિસ્ટ્રેટ મારફત વધુ તપાસ કરવા આદેશ આપી શકશે અને ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ પોતે એવી વધુ તપાસ કરી શકશે અથવા પોતાની સતા નીચેના મેજિસ્ટ્રેટને તેમ કરવાનો આદેશ આપી શકશે.
પરંતુ છોડી મૂકવામાં આવેલ કોઇ વ્યકિતની બાબતમાં આ કલમ હેઠળ તપાસ કરવાનો આદેશ શા માટે ન આપવો તેનું કારણ દશૅાવવા તે વ્યકિતને તક મળ્યા વીના કોઇ ન્યાયાલય તેવો આદેશ આપી શકશે નહી.
Copyright©2023 - HelpLaw