સેશન્સ જજની ફેરતપાસની સતા
(૧) જેનુ રેકડૅ પોતે મંગાવ્યું હોય તે કાયૅવાહીની બાબતમાં સેશન્સ જજ કલમ-૪૪૨ ની પેટા કલમ (૧) હેઠળ ઉચ્ચન્યાયાલય વાપરી શકે તે તમામ કે કોઇપણ સતા વાપરી શકશે.
(૨) પેટા કલમ (૧) હેઠળ સેશન્સ જજ સમક્ષ ફેરતપાસ માટેની કોઇ કાયૅવાહી શરૂ કરવામાં આવે ત્યારે કલમ-૪૪૨ ની પેટા કલમ (૨), (૩), (૪) અને (૫) ની જોગવાઇઓ શકય હોય તેટલે સુધી તે કાયૅવાહીને લાગુ પડશે અને સદરહુ પેટા કલમોમાંના ઉચ્ચન્યાયાલયના ઉલ્લેખોનો અથૅ સેશન્સ જજના ઉલ્લેખો તરીકે કરવામાં આવશે.
(૩) ફેરતપાસ માટેની કોઇપણ અરજી સેશન્સ જજ સમક્ષ કોઇ વ્યકિતએ કે તેના વતી કરેલ હોય ત્યારે તે વ્યકિતના સબંધમાં તેના ઉપરનો સેશન્સ જજનો નિણૅય આખરી રહેશે અને તે વ્યકિતની અરજ ઉપરથી ફેરતપાસ માટેની કોઇ વધુ કાયૅવાહી ઉચ્ચન્યાયાલય કે બીજું કોઇપણ ન્યાયાલય શરૂ કરી શકશે નહી.
Copyright©2023 - HelpLaw