
ઉચ્ચન્યાયાલયની ફેરતપાસની સતા
(૧) કોઇ કાયૅવાહીનું રેકડૅ ઉચ્ચન્યાયાલયે પોતે મંગાવ્યું હોય ત્યારે અથવા જે બીજી રીતે પોતાની જાણમાં આવે તે કેસમાં પોતાની વિવેકબુધ્ધિ અનુસાર કલમો-૪૨૭, ૪૩૦, ૪૩૧, અને ૪૩૨ થી અપીલ ન્યાયાલયને મળેલી અથવા કલમ-૩૪૪ થી સેશન્સ ન્યાયાલયને મળેલી સતા વાપરી શકશે અને ફેરતપાસ કરનાર ન્યાયાલયના બે જુદા જુદા અભિપ્રાય ધરાવતા જજની સંખ્યા સરખી હોય ત્યારે તે કેસનો નિકાલ કલમ-૪૩૩માં ઠરાવેલી રીતે કરવો જોઇશે.
(૨) આરોપી કે અન્ય વ્યકિતને પોતાના બચાવ માટે જાતે કે વકીલ મારફત સુનાવણીની તક મળેલ હોય તે સિવાય તેને પ્રતિકૂળ અસર થાય તેવો હુકમ આ કલમ હેઠળ કરી શકાશે નહી.
(૩) આ કલમના કોઇપણ મજકૂરથી નિદોષ ઠરાવીને છોડી મૂકવાના નિણૅયને દોષિત ઠરાવવાના નિણૅયમાં બદલવાનો કોઇ અધિકાર ઉચ્ચન્યાયાલયને મળતો હોવાનું ગણાશે નહી.
(૪) આ સંહિતા હેઠળ અપીલ થઇ શકતી હોય અને અપીલ કરવામાં આવી ન હોય તો અપીલ કરી શકયો હોત તે પક્ષકારની અરજી ઉપરથી ફેરતપાસની કાયૅવાહી કરી શકાશે નહી.
(૫) આ કલમ હેઠળ અપીલ થઇ શકતી હોય પરંતુ કોઇ વ્યકિતએ ઉચ્ચન્યાયાલયને ફેરતપાસ માટેની અરજી કરી હોય અને ઉચ્ચન્યાયાલયને એવી ખાતરી થાય કે તેને અપીલ થઇ શકતી નથી તેવી ભૂલ ભરેલી માન્યતા હેઠળ એવી અરજી કરવામાં આવી છે અને ફેરતપાસ માટેની અરજીને અપીલ અરજી તરીકે ગણવાનું ન્યાયના હિતમાં જરૂરી છે તો ઉચ્ચન્યાયાલય તે અનુસાર કાયૅવાહી કરી શકશે.
Copyright©2023 - HelpLaw