
ફેરતપાસ માટેના કેસો પાછા ખેંચી લેવાની અથવા નિણૅયાથૅ મોકલી આપવાની ઉચ્ચન્યાયાલયની સતા
(૧) એક જ ઇન્સાફી કાયૅવાહીમાં દોષિત ઠરેલ એક કે તેથી વધુ વ્યકિતઓ ફરેતપાસ માટે ઉચ્ચન્યાયાલયને અરજી કરે અને તે જ ઇન્સાફી કાયૅવાહીમાં દોષિત ઠરેલ અન્ય કોઇ વ્યકિત ફેરતપાસ માટે સેશન્સ જજને અરજી કરે ત્યારે ઉચ્ચન્યાયાલયે પક્ષકારોની સામાન્ય સગવડ અને સંકળાયેલ પ્રશ્નોની અગત્યતા ધ્યાનમાં લઇ બેમાંથી કયાં ન્યાયાલયે ફેરતપાસ માટેની અરજીઓનો આખરી નિકાલ કરવો જોઇએ તે નકકી કરવું જોઇશે અને ઉચ્ચન્યાયાલય એવું નકકી કરે કે ફેરતપાસ માટેની તમામ અરજીઓનો પોતે નિકાલ કરવો જોઇએ તો ઉચ્ચન્યાયાલયે એવો આદેશ આપવો જોઇશે કે સેશન્સ જજ સમક્ષ જેનો નિકાલ બાકી હોય તે ફેરતપાસ માટેની અરજીઓ પોતાના તરફ મોકલી આપવી અને ઉચ્ચન્યાયાલય એવું નકકી કરે કે ફેરતપાસ માટેની અરજીઓનો નીકાલ પોતે કરવાનું જરૂરી નથી તો ફેરતપાસ માટેની પોતાને થયેલ અરજીઓ સેશન્સ જજને મોકલી આપવી તેવો તે આદેશ આપી શકશે.
(૨) ફેરતપાસ માટેની કોઇ અરજી ઉચ્ચન્યાયાલયને મોકલવામાં આવે ત્યારે તે અરજી પોતાની સમક્ષ રીતસર કરવામાં આવી હોય તેમ તે ન્યાયાલય તેની કાયૅવાહી કરશે.
(૩) ફેરતપાસ માટેની કોઇ અરજી સેશન્સ જજને મોકલવામાં આવે ત્યારે તે અરજી પોતાની સમક્ષ રીતસર કરવામાં આવી હોય તેમ તે જજ તેની કાયૅવાહી કરશે.
(૪) ઉચ્ચન્યાયાલય ફેરતપાસ માટેની કોઇ અરજી સેશન્સ જજને મોકલે ત્યારે જેની ફેરતપાસ માટેની અરજીનો સેશન્સ જજે નિકાલ કરેલ હોય તે વ્યકીત કે વ્યકીતઓની અરજી ઉપરથી ઉચ્ચન્યાયાલયને અથવા બીજા કોઇ ન્યાયાલયને બીજી ફેરતપાસ માટેની અરજી થઇ શકશે નહી.
Copyright©2023 - HelpLaw