પક્ષકારોને સાંભળવા કે નહી તે ન્યાયાલયની મરજી ઉપર હોવા બાબત - કલમ : 444

પક્ષકારોને સાંભળવા કે નહી તે ન્યાયાલયની મરજી ઉપર હોવા બાબત

આ સંહિતામાં અન્યથા સ્પષ્ટ રીતે ઠરાવ્યું હોય તે સિવાય કોઇ ન્યાયાલય પોતાની ફેરતપાસની સતા વાપરતું હોય ત્યારે તેની સમક્ષ જાતે કે વકીલ મારફત સુનાવણી કરવાનો કોઇ પક્ષકારને હકક નથી પરંતુ ન્યાયાલય પોતાને યોગ્ય લાગે તો એવી સતા વાપરતી વખતે કોઇ પક્ષકારને જાતે કે તેના વકીલ દ્રારા સાંભળી શકશે.