
એક ન્યાયાલયના કેસો અને અપીલો બીજા ન્યાયાલયને મોકલવાની ઉચ્ચન્યાયાલયની સતા
(૧) જયારે પણ ઉચ્ચન્યાયાલયને એવું બતાવવામાં આવે કે
(એ) તેની સતા નીચેના કોઇ ફોજદારી ન્યાયાલયમાં કોઇ તપાસ કે ઇન્સાફી કાર્યવાહી યોગ્ય રીતે અને તટસ્થાપૂવૅક થઇ શકે તેમ નથી અથવા
(બી) કોઇ અસાધારણ મુશ્કેલી ભયૅ 1 કાયદાનો પ્રશ્ન ઊભો થવા સંભવ છે અથવા
(સી) આ કલમ હેઠળનો હુકમ આ સંહિતાની કોઇ જોગવાઇ અનુસાર કરવો જરૂરી છે અથવા પક્ષકારો કે સાક્ષીઓને એકંદર સગવડકારક થાય તેમ છે અથવા ન્યાયના હેતુઓ માટે ઇષ્ટ છે તો ઉચ્ચન્યાયાલય નીચેનો હુકમ કરી શકશે.
(૧) કલમો-૧૯૭ થી ૨૦૫ (બંને સહિત) હેઠળ કોઇ ગુનાની તપાસ કે ઇન્સાફી કાર્યવાહી ન કરી શકતું હોય પરંતુ બીજી રીતે ગુનાની તપાસ કે ઇન્સાફી કાર્યવાહી કરવાને સમથે હોય તેવા ન્યાયાલયે તે ગુનાની તપાસ કે ઇન્સાફી કાર્યવાહી કરવી.
(૨) કોઇ ચોકકસ કેસ કે અપીલ અથવા કોઇ ચોકકસ વર્ગના કેસો કે અપીલો પોતાની સતા નીચેના કોઇ ફોજદારી ન્યાયાલયમાંથી સમાન કે ચઢિયાતી હકૂમત ધરાવતા બીજા કોઇ ફોજદારી ન્યાયાલયને મોકલી આપવી
(૩) કોઇ ચોકકસ કેસ ઇન્સાફી કાર્યવાહી માટે સેશન્સ ન્યાયાલયને કમિટ કરવો અથવા
(૪) કોઇ ચોકકસ કેસ કે અપીલ પોતાને મોકલવી અને તેની ઇન્સાફી કાર્યવાહી પોતાની સમક્ષ કરવી (૨) ઉચ્ચન્યાયાલય એવા પગલા નીચલા ન્યાયાલયના રિપોટૅ ઉપરથી અથવા હિત ધરાવતા પક્ષકારની અરજી ઉપરથી અથવાપોતાની મેળે લઇ શકશે પરંતુ એક જ સેશન્સ વિભાગના કોઇ ફોજદારી ન્યાયાલયનો કેસ તે જ સેશન્સ વિભાગના બીજા ફોજદારી ન્યાયાલયને મોકલવા માટેની અરજી સેશન્સ જજને કરવામાં આવી હોય અને તેણે તે કાઢી નાખી હોય તે સિવાય તેવી અરજી ઉચ્ચન્યાયાલયને કરી શકાશે નહી.
(૩) પેટા કલમ (૧) હેઠળના હુકમ માટેની દરેક અરજી વિધિસર રીતે કરવી જોઇશે અને રાજયના એડવોકેટ જનરલ અરજદાર હોય તે સીવાય તેના સમર્થનમાં સોગંદનામું કે પ્રતિજ્ઞાપત્ર રજૂ કરવું જોઇશે.
(૪) એવી અરજી આરોપીએ કરેલ હોય ત્યારે ઉચ્ચન્યાયાલય પેટા કલમ (૭) હેઠળ વળતર તરીકે જે રકમ અપાવે તે રકમ ભરી આપવા માટેનો મુચરકો કે જામીનખત આપવા ઉચ્ચન્યાયાલય તેને આદેશ આપી શકશે. (૫) એવી અરજી કરનાર દરેક આરોપીએ તે અરજી કરવાના કારણોની એક નકલ સાથે અરજીની લેખિત નોટીશ પબ્લિકપ્રોસિકયુટરને આપવી જોઇશે અને એવી નોટીશ આપવામાં આવે ત્યારથી અને તે અરજીની સુનાવણી થતાં સુધી ઓછામાં ઓછો ચોવીસ કલાકનો સમય વિત્યો ન હોય તો અરજીના ગુણદોષ ઉપર કોઇ હુકમ કરી શકાશે નહી.
(૬) કોઇ કેસ કે અપીલ કોઇ સતા નીચેના ન્યાયાલયમાંથી અન્યત્રે મોકલવા માટેની અરજી થયેલ હોય ત્યારે ઉચ્ચન્યાયાલયને એવી ખાતરી થાય કે ન્યાયના હિતમાં તેમ કરવું જરૂરી છે તો તે એવો હુકમ કરી શકશે કે અરજીનો નિકાલ થતાં સુધી તે સતા નીચેના ન્યાયાલયમાંની કાયૅવાહી ઉચ્ચન્યાયાલય મૂકવી યોગ્ય ગણે તે શરતોએ મુલતવી રાખવી. પરંતુ આ પ્રમાણે કાર્યવાહી મુલતવી રાખવાથી તેવા નીચેના ન્યાયાલયની કલમ-૩૪૬ હેઠળની આરોપીને પાછો કસ્ટડીમાં રાખવા મોકલવાની સતાને બાધ આવશે નહી.
(૭) પેટા કલમ (૧) હેઠળના હુકમ માટેની કાર્યવાહીની કોઇ અરજી કાઢી નાખવામાં અવો ત્યારે અરજી વિચાર વગરની કે ત્રાસદાયક હતી એવો ઉચ્ચન્યાયાલયનો અભિપ્રાય થાય તો ઉચ્ચન્યાયાલય કેસના સંજોગો જોતા પોતાને યોગ્ય લાગે તેટલી રકમ અરજદારે તે અરજીના સામાવાળાને વળતર તરીકે આપવી એવો હુકમ કરી શકશે.
(૮) ઉચ્ચન્યાયાલય પેટા કલમ (૧) હેઠળ એવો હુકમ કરે કે કોઇપણ ન્યાયાલયમાંથી પોતાની સમક્ષ ઇન્સાફી કાર્યવાહી માટે કેસ મંગાવવો તો તે કેસ એવી રીતે મંગાવવામાં આવ્યો ન હોત તો તે ન્યાયાલય જે કાર્યરીતિને અનુસરત તે જે કાર્યરીતિને ઉચ્ચન્યાયાલયે ઇન્સાફી કાર્યવાહીમાં અનુસરવું જોઇશે.
(૯) કલમ-૨૧૮ હેઠળ સરકારના કોઇ હુકમને આ કલમના કોઇપણ મજકૂરથી બાધ આવશે નહી,
Copyright©2023 - HelpLaw