
કેસો અને અપીલો અન્યત્ર મોકલવા માટેની સેશન્સ જજની સતા
(૧) જયારે પણ સેશન્સ જજને એવું બતાવવામાં આવે કે આ પેટા કલમ હેઠળનો હુકમ ન્યાયના હેતુઓ માટે ઇષ્ટ છે તો તે એવો હુકમ કરી શકશે કે તેના સેશન્સ વિભાગમાં આવેલા એક ફોજદારી ન્યાયાલયનો કોઇ ચોકકસ કેસ બીજા ફોજદારી ન્યાયાલયને મોકલવો.
(૨) સેશન્સ જજ એવા પગલા નીચલા ન્યાયાલયના રિપોટૅ ઉપરથી અથવા હિત ધરાવતા પક્ષકારની અરજી ઉપરથી અથવા પોતાની મેળે લઇ શકશે.
(૩) કલમ-૪૪૭ની પેટા કલમ (૧) હેઠળના હુકમ માટે ઉચ્ચન્યાયાલયને કરેલી અરજીના સબંધમાં કલમ-૪૪૭ ની પેટા કલમો (૩), (૪), (૫), (૬), (૭) અને (૯) ની જોગવાઇઓ લાગુ પડતી હોય તેમ તે જોગવાઇઓ તે કલમની પેટા કલમ (૭)માં આવતા રકમ એ શબ્દને બદલે દસ હજાર રૂપિયાથી વધુ ન હોય તેટલી રકમ એ શબ્દો મૂકેલ હોય તેટલા ફેરફાર સાથે પેટા કલમ (૧) હેઠળના હુકમ માટે સેશન્સ જજને કરેલી અરજીના સબંધમાં લાગુ પડશે.
Copyright©2023 - HelpLaw