
સેશન્સ જજોએ કેસો અને અપીલો પાછી ખેંચવા બાબત
(૧) કોઇપણ સેશન્સ જજ પોતાની સતા નીચેના કોઇ ચીફ જયુડીશિયલ મેજિસ્ટ્રેટ પાસેનો કોઇ કેસ કે અપીલ તેની પાસેથી પાછો ખેંચી લઇ શકશે અથવા પોતે તેને સોંપેલ કેસ કે અપીલ પાછી મંગાવી શકશે.
(૨) વધારાના સેશન્સ જજ સમક્ષ કોઇ કેસની ઇન્સાફી કાયૅવાહી કે અપીલની સુનાવણી શરૂ થતાં પહેલા કોઇપણ સમયે સેશન્સ જજ તે વધારાના સેશન્સ જજને પોતે સોંપ્યા હોય તે કેસ કે અપીલ પાછી મંગાવી શકશે.
(૩) પેટા કલમ (૧) કે પેટા કલમ (૨) હેઠળ કોઇ કેસ કે અપીલ સેશન્સ જજ પાછી ખેંચી લે અથવા પાછી મંગાવી લે ત્યારે તે પોતાની ન્યાયાલયમાં તે કેસની ઇન્સાફી કાયૅવાહી કરી શકશે અથવા તે અપીલ જાતે સાંભળી શકશે અથવા યથાપ્રસંગ ઇન્સાફી કાયૅવાહી માટે કે સુનાવણી માટે આ સંહિતાની જોગવાઇઓ અનુસાર તેને બીજા કોઇ ન્યાયાલયને સોંપી શકશે.
Copyright©2023 - HelpLaw