જયુડિશિયલ મેજિસ્ટ્રેટે કેસો પાછા ખેંચવા બાબત - કલમ : 450

જયુડિશિયલ મેજિસ્ટ્રેટે કેસો પાછા ખેંચવા બાબત

(૧) કોઇ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ પોતાની સતા નીચેના કોઇ મેજિસ્ટ્રેટ પાસેથી કોઇ કેસ પાછો ખેંચી શકશે અથવા પોતે તેને સોંપેલો કેસ પાછો મંગાવી શકશે અને તેવા કેસની તપાસ કે ઇન્સાફી કાયૅવાહી જાતે કરી શકશે અથવા તેની તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કરવા માટે કાયદેસર સતા ધરાવતા બીજા કોઇ મેજિસ્ટ્રેટને તપાસ કે ઇન્સાફી કાયૅવાહી માટે તે કેસ મોકલી શકશે.

(૨) કોઇપણ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ કલમ-૨૧૨ ની પેટા કલમ

(૨) હેઠળ પોતે બીજા કોઇ મેજિસ્ટ્રેટને સોંપેલો કેસ પાછો મંગાવી શકશે અને તે કેસની તપાસ કે ઇન્સાફી કાયૅવાહી જાતે કરી શકશે.