
એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટોએ કેસો બીજાને સોંપવા બાબત કે પાછા ખેંચવા બાબત
કોઇપણ જિલ્લા મેજિસ્ટ્રેટ કે પેટા વિભાગીય મેજિસ્ટ્રેટ નીચે પ્રમાણે કરી શકશે
(એ) પોતાની સમક્ષ શરૂ કરવામાં આવેલ કોઇપણ કાયૅવાહી નિકાલ માટે પોતાની સતા નીચેના કોઇપણ મેજિસ્ટ્રેટને સોંપી શકશે
(બી) તેની સતા નીચેના મેજિસ્ટ્રેટ પાસેથી કોઇપણ કેસ પાછો ખેંચી શકશે અથવા તેને સોંપ્યો હોય તેવો કોઈ કેસ પાછો મંગાવી શકશે અને એવી કાયૅવાહીનો જાતે નિકાલ કરી શકશે અથવા બીજા કોઇ મેજિસ્ટ્રેટને નિકાલ માટે તે કેસ મોકલી શકશે.
Copyright©2023 - HelpLaw