
જેને આ સંહિતા લાગુ પડતો ન હોય તેવા કોઇ પ્રદેશમાંના ન્યાયાલયે કાઢેલ દંડ વસૂલ કરવા માટેનું વોરંટ
આ સંહિતામાં કે તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદામાં ગમે તે મજકૂર હોય તે છતા જેને આ સંહિતા લાગુ પડતી ન હોય તેવા પ્રદેશમાંના કોઇ ફોજદારી ન્યાયાલયે ગુનેગારને દંડ અને સજા કરી હોય અને સજા કરનાર ન્યાયાલય આ સંહિતા જેને લાગુ પડતી હોય તે પ્રદેશના કોઇ જિલ્લા કલેકટરને જમીન મહેસૂલ બાકી હોય તેમ રકમ વસૂલ કરવાનો અધિકાર આપતું વોરંટ કાઢે ત્યારે એવું વોરંટ આ સંહિતા લાગુ પડતી હોય તે પ્રદેશમાંના ન્યાયાલયે કલમ-૪૬૧ ની પેટા કલમ (૧) ના (બી) હેઠળ કાઢેલુ વોરંટ હોવાનું ગણાશે અને એવું વોરંટ બજાવવા અંગેની સદરહુ કલમની પેટા કલમ (૩)ની જોગવાઇઓ તે અનુસાર લાગુ પડશે.
Copyright©2023 - HelpLaw