આરોપી અટકાયત હેઠળ હોય તે મુદત કેદની સજામાં મજરે લેવા બાબત - કલમ : 468

આરોપી અટકાયત હેઠળ હોય તે મુદત કેદની સજામાં મજરે લેવા બાબત

આરોપીને દોષિત ઠરાવીને દંડ ભરવાની કસૂર કરવાથી થયેલ કેદ ન હોય તેવી નિદિષ્ટ મુદતની કેદની સજા કરવામાં આવેલ હોય ત્યારે તે જ કેસની પોલીસ તપાસ તપાસ કે ઇન્સાફી કાયૅવાહી દરમ્યાન અને એવી રીતે દોષિત ઠરાવ્યાની તારીખ પહેલા તેણે ભોગવેલ હોય તે અટકાયતની મુદત એવી રીતે તેને દોષિત ઠરાવીને તેને કરવામાં આવેલી કેદની સજાની મુદતમાં મજરે લેવામાં આવશે અને એવી રીતે દોષિત ઠરવાને લીધે કેદ ભોગવવા માટેની તે વ્યકિતની જવાબદારી તેને થયેલ કેદની બાકી હોય તે મુદત પૂરતી મર્યાદિત રહેશે.

પરંતુ કલમ-૪૭૫ માં નિદિષ્ટ કેસોમાં અટકાયતની આવી મુદત તે કલમમાં નિદિષ્ટ ૧૪ વષૅની મુદતની સામે મજરે આપવામાં આવશે.