સજાનો અમલ થયા પછી વોરંટ પાછું મોકલવા બાબત - કલમ : 470

સજાનો અમલ થયા પછી વોરંટ પાછું મોકલવા બાબત

સજાનો પૂરેપૂરો અમલ થઇ જાય ત્યારે તેના અમલ કરનાર અધિકારીએ જે રીતે અમલ કરવામાં આવેલ હોય તેને પ્રમાણિત કરતા પોતે સહી કરેલા શેરા સાથે જે ન્યાયાલયમાંથી તે વોરંટ કાઢવામાં આવેલ હોય તેને તે પાછું મોકલવું જોઇશે.