
જે રકમ આપવાનો હુકમ કરવામાં આવેલ હોય તે દંડ તરીકે વસૂલ થવા બાબત
આ સંહિતા હેઠળ થયેલા કોઇ હુકમની રૂએ આપવાપાત્ર (દંડ સિવાયની) રકમ અને વસૂલ કરવાની રીત અન્યથા સ્પષ્ટ રીત ઠરાવી ન હોય ત્યારે તે રકમ દંડ હોય તેમ વસૂલ કરી શકાશે.
પરંતુ આ કલમની રૂએ કલમ-૪૦૦ હેઠળના હુકમને કલમ-૪૬૧ લાગુ પાડતી વખતે કલમ-૪૬૧ ની પેટા કલમ (૧) ના પરંતુકમાં કલમ-૩૯૫ હેઠળનો હુકમ એ શબ્દો અને આંકડા પછી અથવા ખચૅ અપાવવા માટેનો કલમ-૪૦૦ હેઠળનો હુકમ એ શબ્દો અને આંકડા દાખલ કરવામાં આવ્યા હોય તેમ તેનો અથૅ કરવામાં આવશે.
Copyright©2023 - HelpLaw