
મૃત્યુદંડના કેસોમાં દયાની અરજી
(૧) મૃત્યુદંડની સજા હેઠળ દોષિત અથવા તેના કાયદેસરના વારસદાર અથવા અન્ય કોઇ સબંધી જો તેણે પહેલાથી જ દયા માટે અરજી કરી ન હોય તો ભારતના બંધારણના અનુચ્છેદ-૭૨ હેઠળ ભારતના રાષ્ટ્રપતિ અથવા અનુચ્છેદ-૧૬૧ હેઠળ રાજયના રાજયપાલ સમક્ષ દયાની અરજી જેલના અધિક્ષક નીચે મુજબ કરે તે તારીખથી ત્રીસ દિવસની અંદર દાખલ કરી શકશે.
(૧) સવૌચ્ચ ન્યાયાલય દ્રારા અપીલ કાઢી નાખવાની અપીલની સમીક્ષાની અથવા અપીલ બાબતમાં વિશેષ અનુમતિ વિશે જાણ કરે અથવા
(૨) હાઇકોટૅ દ્રારા મૃત્યુદંડની સજાની પુષ્ટિની તારીખની અને સવૌચ્ચ ન્યાયાલયમાં અપીલ અથવા વિશેષ અનુમતિ (અરજી) દાખલ કરવાને મંજૂરી આપતો સમય સામાપ્ત થઇ ગયો છે તેને જાણ કરે
(૨) પેટા કલમ (૧) હેઠળની અરજી શરૂઆતમાં રાજયપાલને કરી શકાશે અને રાજયપાલ દ્રારા તેનો અસ્વીકાર અથવા નિકાલ થયે આવી અરજીના અસ્વીકાર અથવા નિકાલની તારીખથી ૬૦ દિવસની અંદર રાષ્ટ્રપતિને અરજી કરવાની રહેશે.
(૩) દરેક દોષિત અને એક કેસમાં એક કરતા વધુ દોષિત હોવાના કિસ્સામાં દરેક દોષિત પણ સાઠ દિવસના સમયગાળાની અંદર દયાની અરજી કરે તે જેલના અધિક્ષક અથવા જેલનો હવાલો ધરાવતા અધિકારી સુનિશ્ર્વિત કરશે અને અને અન્ય દોષિતો તરફથી આવી દયાની અરજી ન મળ્યે જેલના અધિક્ષકે નામ સરનામા કેસના રેકોડૅની નકલ અને કેસની અન્ય તમામ વિગતો કેન્દ્ર સરકાર અથવા રાજય સરકારને દયાની અરજી સાથે વિચારણા માટે મોકલવાની રહેશે.
(૪) કેન્દ્ર સરકાર દયાની અરજી મળ્યે રાજય સરકારની ટિપ્પણીઓ માંગશે અને કેસના રેકોડૅસની સાથોસાથ અરજી ઉપર વિચારણા કરશે અને રાજય સરકારની ટિપ્પણીઓ અને જેલના અધિક્ષક પાસેથી રેકોર્ડ પ્રાપ્ત થયાની તારીખથી ૬૦ દિવસના સમયગાળાની અંદર શકય તેટલી ઝડપથી આ બાબતમાં રાષ્ટ્રપ્રતિને ભલામણો કરશે.
(૫) રાષ્ટ્રપતિ દયાની અરજી ઉપર વિચારણા નિણૅય અને નિકાલ કરી શકશે અને જો એક કેસમાં એક કરતા વધુ દોષિત હોય તો ન્યાયના હિતમાં રાષ્ટ્રપતિ દ્રારા અરજીઓનો નિણૅય એકસાથે લેવામાં આવશે.
(૬) દયાની અરજી ઉપર રાષ્ટ્રપતિનો આદેશ મળ્યે કેન્દ્ર સરકારે અડતાલીસ કલાકની અંદર રાજય સરકારના ગૃહ વિભાગ અને જેલના અધિક્ષક અથવા જેલનો હવાલો સંભાળતા અધિકારીને તેની જાણ કરવાની રહેશે.
(૭) બંધારણના આર્ટિકલ-૭૨ અથવા આટિકલ-૧૬૧ હેઠળ કરવામાં આવેલ રાષ્ટ્રપતિના અથવા રાજયપાલના આદેશ સામે કોઇપણ અદાલતમાં કોઇ અપીલ થઇ શકશે નહી અને તે (નિણૅય) આખરી રહેશે અને કોઇપણ પ્રશ્નમાં રાષ્ટ્રપતિ અથવા રાજયપાલ દ્રારા પહોંચવામાં આવેલા નિણૅય અંગે કોઇપણ અદાલતમાં
Copyright©2023 - HelpLaw