
સજામાં ઘટાડો કરવાની સતા
સમુચિત સરકાર સજા પામેલ વ્યકિતની સંમતિ વિના તેને થયેલી સજામાં નીચે પ્રમાણે ઘટાડો કરી શકાશે.
(એ) મોતની સજાને બદલે આજીવન કેદની સજા
(બી) આજીવન કેદની સજાને બદલે સાત વષૅથી ઓછી ન હોય તેટલી કેદની સજા
(સી) સાત વષૅ કે તેથી વધુ કેદની સજાને બદલે ત્રણ વષૅથી ઓછી ન હોય તેટલી કેદની સજા
(ડી) સાત વષૅ સુધીની કેદની સજાને બદલે દંડની શિક્ષા
(ઇ) સખત કેદની સજાને બદલે જેટલી મુદત માટે તે વ્યકિતને સજા થઇ શકત તેટલી મુદતની સાદી કેદની શિક્ષા
Copyright©2023 - HelpLaw