કેટલાક કેસોમાં કેન્દ્ર સરકારની સંમતિ મેળવ્યા પછી રાજય સરકારે કાયૅ કરવા બાબત - કલમ : 477

કેટલાક કેસોમાં કેન્દ્ર સરકારની સંમતિ મેળવ્યા પછી રાજય સરકારે કાયૅ કરવા બાબત

(૧) જે કોઇ કેસમાં નીચેના ગુના માટે સજા થયેલ હોય તે કેસમાં કલમો-૪૭૩ અને ૪૭૪ થી રાજય સરકારને અપાયેલ સતા કેન્દ્ર સરકારની સંમતિ મેળવ્યા વિના રાજય સરકારથી વાપરી શકાશે નહી.

(એ) આ સંહિતા સિવાયના કોઇપણ કેન્દ્રીય અધિનિયમ હેઠળ ગુનાની પોલીસ તપાસ કરવા માટે અધિકૃત કોઇ એજન્સીએ પોલીસ તપાસ કરેલ હોય તે ગુનો અથવા

(બી) જે ગુનામાં કેન્દ્ર સરકારની માલિકીની કોઇપણ મિલકતનો દૂવિનિયોગ કે નાશ કરવાનું અથવા તેને નુકશાન પહોંચાડવાનુ સમાવિષ્ટ હોય તે ગુનો અથવા

(સી) કેન્દ્ર સરકારની નોકરીમાં હોય તે વ્યકિતએ પોતાની હોદૃાગત ફરજ બજાવતા કરેલ કે કરવાનું અભિપ્રેત હોય તે ગુનો

(૨) કોઇ વ્યકિત અનેક ગુનાઓ અંગે દોષિત ઠરેલ હોય અને તે પૈકીના કેટલાક સંઘની કારોબારી સતા હેઠળની બાબતોને લગતા હોય અને તે વ્યકીતને જુદી જુદી મુદતની કેદની સજા થયેલ હોય અને તે સજાઓ સાથોસાથ ભોગવવાની હોય ત્યારે તે વ્યકિત સબંધમાં સજાની મોકૂફી માફી કે ઘટાડા અંગેનો રાજય સરકારનો કોઇ હુકમ સંઘની કારોબારી સતા હેઠળની બાબત સંબંધી તે વ્યકિતએ કેરલ ગુના સબંધમાં તેવી સજાઓની યથાપ્રસંગ મોકૂફી માફી કે ઘટાડા અંગેનો હુકમ કેન્દ્ર સરકારે પણ કરેલો ન હોય તો અમલમાં આવશે નહી.