
બિન જામીની ગુના બાબતમાં જામીન કયારે લઇ શકાય
(૧) બિન-જામીની ગુનાના આરોપીને અથવા જેણે એવો ગુનો કયૅવાનો શક હોય એવી કોઇ વ્યકિતને પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારી વગર વોરંટે પકડે અથવા અટકમાં રાખે અથવા ઉચ્ચન્યાયાલય અથવા સેશન્સ ન્યાયાલય સિવાયની કોઇ ન્યાયાલયમાં હાજર થાય અથવા તેને રજૂ કરવામાં આવે ત્યારે તેને જામીન ઉપર છોડી શકાશે પણ
(૧) તે મોતની અથવા આજીવન કેદની સજાને પાત્ર ગુના માટે દોષિત હોવાનું માનવાને વાજબી કારણો હોય તો તેને એ પ્રમાણે છોડી શકાશે નહી.
(૨) એવો ગુનો પોલીસ અધિકારનો ગુનો હોય અને તેને અગાઉ મોતની આજીવન કેદની કે સાત વષૅ સુધીની કે તેથી વધુ કેદની સજા માટે દોષિત ઠરાવવામાં આવી હોય અથવા તેને અગાઉ બે અથવા વધુ પ્રસંગોએ ત્રણ વષૅ કે તેથી વધુ પરંતુ સાત વષૅ કરતા ઓછી નહી તેવી કેદની સજાને પાત્ર કોઇ પોલીસ અધિકારના ગુના માટે દોષિત ઠરાવવામાં આવી હોય તો તે વ્યકિતને એ પ્રમાણે છોડી મૂકી શકાશે નહી.
પરંતુ ન્યાયાલય એવો આદેશ કરી શકશે કે ખંડ (૧) અથવા ખંડ (૨)માં ઉલ્લેખેલી વ્યકિત બાળક હોય અથવા કોઇ સ્ત્રી હોય અથવા બીમાર કે અશકત હોય તો તેને જામીન ઉપર છોડવી.
વધુમાં ખંડ (૨)માં ઉલ્લેખેલ વ્યકિતને બીજા કોઇપણ ખાસ કારણસર જામીન ઉપર છોડવાનું વાજબી અને યોગ્ય છે એવી પોતાને ખાતરી થાય તો ન્યાયાલય તેમ કરવાનો પણ આદેશ કરી શકશે
વળી પોલીસ તપાસ દરમ્યાન સાક્ષી આરોપીને ઓળખી બતાવે તે માટે અથવા પ્રથમ પંદર દિવસ કરતા વધુ દિવસની પોલીસ કસ્ટડી માટે તેની જરૂર પડશે તેટલી જ હકીકત જો તે અન્યથાજામીન ઉપર છૂટવાને હકદાર હોય અને ન્યાયાલય પોતાને આપે તે આદેશો પોતે પાળશે એવી બાંયધરી આપે તો જામીન ઉપર છોડવાની ના પાડવા માટે પૂરતુ કારણ ગણાશે નહી. વળી તેના ઉપર જે ગુનો કરવાનો આરોપી મૂકવામાં આવેલ હોય તે ગુનો મોતની આજીવન કેદની અથવા સાત વષૅ કે તેથી વધુ મુદતની કેદની શિક્ષાને પાત્ર હોય ત્યારે ન્યાયાલય પબ્લિક પ્રોસિકયુટરને સુનાવણીની તક આપ્યા સિવાય આ પેટા કલમ હેઠળ જામીન ઉપર મુકત કરી શકશે નહી.
(૨) યથાપ્રસંગ કોઇ પોલીસ તપાસ કે ઇન્સાફી કાર્યવાહીના કોઇ તબકકે એવા અધિકારીને કે ન્યાયાલયને એમ જણાય કે આરોપીએ બિન જામીની ગુનો કરેલ હોવાનું માનવાનું વાજબી કારણ નથી પરંતુ તેના દોષ અંગે વધારે તપાસ કરવા માટે પૂરતા કારણો છે તો કલમ-૪૯૨ ની જોગવાઇઓને અધીન રહીને અને એવી તપાસ થતાં સુધી આરોપીને જામીન ઉપર અથવા એવા અધિકારી કે ન્યાયાલયે વિવેકબુધ્ધિ અનુસાર આ સંહિતામાં હવે પછી ઠરાવ્યા પ્રમાણે હાજર રહેવા માટે તે મુચરકો આપે એટલે તેને છોડી મૂકવો જોઇશે.
(૩) સાત વષૅ કે તેથી વધુ મુદતની કેદની શિક્ષાને પાત્ર ગુનાનો અથવા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ના પ્રકરણ-૬, પ્રકરણ-૭ કે પ્રકરણ-૧૭ હેઠળનો ગુનો અથવા એવા કોઈ ગુનાના દુમ્પ્રેરણનો અથવા તેના કાવતરાનો કે કોશિશનો જેના ઉપર આરોપ મૂકવામાં આવ્યો હોય અથવા તેવો ગુનો કયૅવ ાનો જેની ઉપર શક હોય તે કોઇ વ્યકિતને પેટા કલમ (૧) હેઠળ જામીન ઉપર છોડવામાં આવે ત્યારે ન્યાયાલય એવી શરતો મૂકશે કે
(એ) આવી વ્યકિત આ પ્રકરણ હેઠળ કરાયેલા મુચરકાની શરતો અનુસાર હાજર રહેશે. (બી) આવી વ્યકિત ઉપર જે ગુનાનો આરોપ મૂકવામાં આવેલ હોય અથવા તેણે જે ગુન કયૅા હોવાની આશંકા હોય તે ગુના જેવો જ ગુનો તે કરશે નહી અને
(સી) આવી વ્યકિત સીધી કે આડકતરી રીતે જે કેસની હકીકતો સાથે જોડાયેલ હોય તે વ્યકિતને ન્યાયાલય અથવા કોઇ પોલીસ અધિકારી સમક્ષ એવી હકીકતો જાહેર કરતા અટકાવવા માટે પ્રલોભન ધમકી અથવા વચન આપશે નહી અથવા પુરાવા સાથે ચેડા કરશે નહી. અને ન્યાયના હિતમાં તે જરૂરી ગણે તેવી અન્ય શરતો પણ નાખી શકશે.
(૪) પેટા કલમ (૧) કે પેટા કલમ (૨) હેઠળ કોઇ વ્યકિતને જામીન ઉપર છોડનાર અધિકારીએ કે ન્યાયાલયે પોતાના એમ કરવાના કારણો અથવા ખાસ કારણોની લેખિત નોંધ કરવી જોઇશે.
(૫) પેટા કલમ (૧) કે પેટા કલમ (૨) હેઠળ કોઇ વ્યકિતને જામીન ઉપર છોડનાર કોઇ ન્યાયાલય પોતે તેમ કરવું જરૂરી ગણે તો તે વ્યકિતને પકડીને કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપી શકશે.
(૬) મેજિસ્ટ્રેટે ઇન્સાફી કાયૅવાહી કરવાની હોય તેવા કોઇ કેસમાં બિન જામીની ગુનાના આરોપી સામેની ઇન્સાફી કાયૅવાહી તે કેસમાં પુરાવો લેવા માટે નકકી થયેલી પ્રથમ તારીખથી સાઠ દિવસની મુદતની અંદર પૂરી ન થાય અને તે આરોપી સદરહુ સમગ્ર મુદત દરમ્યાન કસ્ટડીમાં રહેલ હોય અને લેખિત નોંધ કરેલા કારણોસર મેજિસ્ટ્રેટ અન્યથા આદેશ ન આપે તો મેજિસ્ટ્રેટને સંતોષ થાય એવા જામીન ઉપર તે આરોપીને છોડવો જોઇશે.
(૭) બિન જામીની ગુનાના આરોપી સામેની ઇન્સાફી કાર્યવાહી પૂરી થયા પછી અને ફેંસલો આપવામાં આવે તે પહેલા કોઇપણ વખતે ન્યાયાલયનો અભિપ્રાય એવો થાય કે આરોપી એવા ગુના મોટે દોષિત ન હોવાનું માનવાને વાજબી કારણો છે તો તેણે આરોપી જો કસ્ટડીમાં હોય તો ફેંસલો અપાતો સાંભળવા હાજર રહેવા માટે તે મુચરકો આપે તો તેને છોડી મૂકવો જોઇશે.
Copyright©2023 - HelpLaw