આગળની અપીલીય ન્યાયાલય સમક્ષ હાજર થવા માટે આરોપીને જામીનની જરૂરિયાત - કલમ : 481

આગળની અપીલીય ન્યાયાલય સમક્ષ હાજર થવા માટે આરોપીને જામીનની જરૂરિયાત

(૧) ઇન્સાફી કાયૅવાહી પૂરી થતાં પહેલા અને અપીલનો નિકાલ થતાં પહેલા યથાપ્રસંગ ગુનાની ઇન્સાફી કાયૅવાહી ચલાવનાર ન્યાયાલય અથવા અપીલીય ન્યાયાલય આરોપીને ઉચ્ચ ન્યાયાલય સમક્ષ હાજર થવા મુચરકો અથવા જામીનખત આપવા ફરમાવશે અને જયારે એવું ન્યાયાલય અપીલ અથવા જે તે ન્યાયાલયના ચુકાદા વિરૂધ્ધ દાખલ કરવામાં આવેલી પીટીશનની બાબતમાં નોટીશ કાઢે ત્યારે આવો મુચરકો છ મહિના સુધી અમલમાં રહેશે.

(૨) જો આરોપી હાજર થવામાં નિષ્ફળ જાય તો જામીનખત જપ્ત થશે અને કલમ ૪૯૧ હેઠળ કાયૅવાહી લાગુ પડશે.