
જેને પકડવાની ધાસ્તી હોય તે વ્યકિતને જામીન ઉપર છોડવાનો આદેશ
(૧) કોઇ વ્યકિતને એવું માનવાને કારણ હોય કે બિન જામીની ગુનો કર્યાના આરોપસર પોતાને પકડવામાં આવશે ત્યારે તે આ કલમ હેઠળ આદેશ આપવા માટે ઉચ્ચ ન્યાયાલયને કે સેશન્સ ન્યાયાલયને અરજી કરી શકશે અને તે ન્યાયાલય પોતાને યોગ્ય લાગે તો એવી રીતે ભવિષ્યમાં તેની ધરપકડ થાય ત્યારે તેને જામીન ઉપર છોડવાનો અગાઉથી આદેશ આપી શકશે.
(૨) ઉચ્ચન્યાયાલય કે સેશન્સ ન્યાયાલય પેટા કલમ (૧) હેઠળ આદેશ આપે ત્યારે નીચેની શરતો સહિત કોઇ ચોકકસ કેસની હકીકત ધ્યાનમાં લઇને એવા આદેશમાં પોતાને મુકવાનું યોગ્ય લાગે તેવી શરતો તે મૂકી શકશે.
(૧) પોલીસ અધિકારી જયારે અને જયાં તપાસ માટે હાજર થવાનું ફરમાવે ત્યારે અને ત્યાં તે વ્યકિત હાજર રહેવું જોઇશે.
(૨) કેસની હકીકતોથી વાકેફ હોય તે વ્યકિત તે ન્યાયાલય કે કોઇ પોલીસ અધિકારીને એવી હકીકતો જાહેર ન કરે તેમ તેને સમજાવવા માટે તેને કંઈ લાલચ ધમકી કે વચન સીધી કે આડકતરી રીતે તેણે આપવું જોઇશે નહી.
(૩) ન્યાયાલયની અગાઉથી પરવાનગી મેળવ્યા વિના તે વ્યકિત ભારત છોડશે નહી.
(૪) કલમ-૪૮૦ હેઠળ જામીન ઉપર છોડવામાં આવેલ હોય તેમ માનીને તે કલમની પેટા કલમ (૩) હેઠળ મૂકી શકાય તે બીજી શરત.
(૩) તે વ્યકિતને એવા આરોપસર પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારી ત્યાર પછી વગર વોરંટે પકડે અને ધરપકડના સમયે અથવા એવા અધિકારીની કસ્ટડીમાં હોય તે દરમ્યાન તે કોઇપણ સમયે જામીન આપવા તૈયાર હોય તો તેને જામીન ઉપર છોડવામાં આવશે અને એવા ગુનાની ઇન્સાફી કાયૅવાહી શરૂ કરનાર મેજિસ્ટ્રેટ એવો નિણૅય કરે કે તે વ્યકિત વિરૂધ્ધ પ્રથમ તો વોરંટ કાઢવું જોઇએ તો પેટા કલમ (૧) હેઠળના ન્યાયાલયના આદેશ સાથે સુસંગત જામીની વોરંટ તેણે કાઢવું જોઇશે.
(૪) ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૬૫ અને કલમ-૭૦ની પેટા કલમ (૨) હેઠળ સમાવિષ્ટ કોઇ ગુનો કયો હોવા અંગેનો આરોપ મૂકવામાં આવેલ હોય તેવી વ્યકિતની ધરપકડના કિસ્સામાં આ કલમમાંનું કાંઇપણ લાગુ પડશે નહી.
Copyright©2023 - HelpLaw