
જામીન સબંધી ઉચ્ચન્યાયાલયની કે સેશન્સ ન્યાયાલયની ખાસ સતા
(૧) ઉચ્ચન્યાયાલય અથવા સેશનસ ન્યાયાલય નીચેનો આદેશ આપી શકશે.
(એ) કસ્ટડીમાં હોય તેવા કોઇ ગુનાના આરોપીને જામીન ઉપર છોડવાનો અને ગુનો કલમ-૪૮૦ ની પેટા કલમ (૩)માં નિર્દિષ્ટ કરેલા પ્રકારનો હોય તો તે પેટા કલમમાં જણાવેલા હેતુઓ માટે પોતે જરૂરી ગણે તેવી શરત મૂકવાનો
(બી) કોઇ વ્યકિતને જામીન ઉપર છોડતી વખતે મેજિસ્ટ્રેટે મૂકેલી કોઇ શરત રદ કરવાનો કે તેમા ફેરફાર કરવાનો
પરંતુ જે ગુનાની ઇન્સાફી કાયૅવાહી માત્ર સેશન્સ ન્યાયાલયથી જ થઇ શકે તેવા ગુનાનો અથવા એવી રીતે જ કાયૅવાહી થઇ શકે તેવો ગુનો ન હોવા છતા જે ગુનો આજીવન કેદની શિક્ષાને પાત્ર હોય તેવા ગુનાનો જેના ઉપર આરોપ હોય તે વ્યકિતને જામીન ઉપર છોડતાં પહેલા પબ્લિક પ્રોસીકયુટરને જામીન માટેની અરજીની નોટીશ આપવી શકય નથી તેવો પોતાનો લેખિત કારણોસર અભિપ્રાય હોય તે સિવાય ઉચ્ચન્યાયાલયે કે સેશન્સ ન્યાયાલયે પબ્લિક પ્રોસિકયુટરને જામીન માટેની અરજીની નોટીશ આપવી જોઇશે.
વધુમાં ઉચ્ચન્યાયાલય અથવા સેશન્સ ન્યાયાલય ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૬૫ અથવા કલમ-૭૦ની પેટા કલમ (૨) હેઠળ ચલાવવા પાત્ર ગુનાના આરોપી હોય એવી વ્યકિતને જામીન આપતા પહેલા આવી અરજીની નોટીશ મળ્યાના પંદર દિવસમાં સરકારી વકીલને જામીન અરજીની નોટીશ આપશે.
(૨) ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૬૫ અથવા કલમ-૭૦ની પેટા કલમ (૨) હેઠળ આરોપી વ્યકિતની જામીન અરજીની સુનાવણી વખતે માહિતી આપનાર કે તેના દ્રારા અધિકૃત કરાયેલ અન્ય કોઇ વ્યકિતની હાજરી ફરજિયાત રહેશે.
(૩) આ પ્રકરણ હેઠળ જેને જામીન ઉપર છોડવામાં આવેલ હોય તે વ્યકિતને પકડવાનો ઉચ્ચન્યાયાલય કે સેશન્સ ન્યાયાલય આદેશ આપી શકશે અને તેને કસ્ટડીમાં રાખવા તે મોકલી શકશે.
Copyright©2023 - HelpLaw