મુચરકાની રકમ અને તેમાં ઘટાડો - કલમ : 474

મુચરકાની રકમ અને તેમાં ઘટાડો

(૧) આ પ્રકરણ હેઠળ કરી આપેલા દરેક મુચરકાની રકમ કેસના સંજોગોને ધ્યાનમાં લઇને નકકી કરવી જોઇશે અને તે વધુ પડતી હોવી જોઇશે નહી.

(૨) પોલીસ અધિકારીએ કે મેજિસ્ટ્રેટે માંગેલી જામીનગીરીની રકમ ઘટાડવાનો ઉચ્ચન્યાયાલય કે સેશન્સ ન્યાયાલય આદેશ આપી શકશે.