માનવ શરીર ને અસર કરતાં ગુનાઓ - કલમ - 320

કલમ - ૩૨૦

મહાવ્યથા નીચે જણાવેલ વ્યથા મહાવ્યથા ગણાય.

(૧) પુરુષતત્વનો નાશ થાય તેવું કૃત્ય.

(૨) કોઈ આંખની શક્તિ કાયમ માટે નાશ થાય તેવું કૃત્ય.

(૩) કોઈ કાનની શક્તિ કાયમ માટે નાશ થાય તેવું કૃત્ય.

(૪) અવયવ કે સાંધાનો નાશ.

(૫) અવયવ કે સાંધાની શક્તિનો કાયમી ખોટ.

(૬) મસ્તક કે ચહેરાની કાયમી વિકૃતિ.

(૭) હાડકાનું ભાંગી જવું અથવા દાંતનું ભાંગી જવું કે ખસી જવું.

(૮) જેનાથી માણસની જિંદગી જોખમમાં મુકાય કે ૨૦ દિવસ સુધી સખત પીડા ભોગવવી પડે.

(૯) એસીડ દ્વારા કોઈ હુમલો કરે.