
કસ્ટડીમાંથી છોડી મૂકવા બાબત
(૧) મુચરકો અથવા જામીનખત કરી આપવામાં આવે કે તરત જે વ્યકિતની હાજરી માટે તે કરી આપવામાં આવેલ હોય તેને છોડી મૂકવામાં આવશે અને તે જેલમાં હોય તો તેને જામીન ઉપર છોડનાર ન્યાયાલય જેલના ઇન્ચાજૅ અધિકારીને તેને છોડી મૂકવાનો હુકમ કરશે અને તે હુકમ મળે એટલે તે અધિકારી તેને છોડી મૂકશે.
(૨) આ કલમના કલમ ૪૭૮ના કે કલમ ૪૮૦ ના કોઇ મજકૂરથી જે બાબત સબંધમાં મુચરકો અથવા જામીનખત કરી આપેલ હોય તે સિવાયની કોઇ બાબત માટે અટકમાં રાખવાને પાત્ર કોઇ વ્યકીતને છોડી મૂકવાનુ આવશ્યક ગણાશે નહી.
Copyright©2023 - HelpLaw