
જામીનોને છૂટા કરવા બાબત
(૧) જામીન ઉપર છોડેલ વ્યકિતની હાજરી માટેના જામીનો કે તેમાંનો કોઇ જામીન તે મુચરકો સદંતર અથવા અરજદારને સબંધકતૅા હોય એટલા પૂરતો રદ કરવા મેજિસ્ટ્રેટને કોઇપણ સમયે અરજી કરી શકશે.
(૨) આવી અરજી કરવામાં આવે ત્યારે મેજિસ્ટ્રેટે એ પ્રમાણે છોડેલ વ્યકિતને પોતાની સમક્ષ રજૂ કરવા ફરમાવતું ધરપકડ વોરંટ કાઢવું જોઇશે.
(૩) વોરંટ અનુસાર તે વ્યકિતને હાજર કરવામાં આવે અથવા તે સ્વેચ્છાથી હાજર થઇ જાય ત્યારે મેજિસ્ટ્રેટે તે મુચરકો સદંતર અથવા અરજદારોને સબંધકતૅા હોય એટલા પૂરતો રદ કરવાનો આદેશ આપવો જોઇશે અને તે વ્યકીતને બીજા પુરતા જામીનો આપવા ફરમાવવું જોઇશે અને તે એ પ્રમાણે ન કરે તો મેજિસ્ટ્રેટ તેને જેલમાં મોકલી આપી શકશે.
Copyright©2023 - HelpLaw