જામીન નાદાર થાય કે મરણ પામે અથવા મુચરકો જપ્ત થાય ત્યારે કાયૅરીતિ - કલમ : 493

જામીન નાદાર થાય કે મરણ પામે અથવા મુચરકો જપ્ત થાય ત્યારે કાયૅરીતિ

આ સંહિતા હેઠળના કોઈ જામીનખતનો જામીન નાદાર થાય કે મરણ પામે અથવા કલમ-૪૯૧ની જોગવાઇઓ મુજબ કોઇ મુચરકો જપ્ત થાય તો જેના હુકમથી તે મુચરકો લેવામાં આવેલ હોય તે ન્યાયાલય અથવા પહેલા વગૅના મેજિસ્ટ્રેટ જે વ્યકિત પાસેથી એવી જામીનગીરી માંગવામાં આવેલ હોય તેને મૂળ હુકમના આદેશ અનુસાર નવી જામીનગીરી આપવાનો હુકમ કરી શકશે અને એવી જામીનગીરી આપવામાં ન આવે તો આવું ન્યાયાલય અથવા મેજિસ્ટ્રેટ તે મૂળ હુકમનું પાલન કરવામાં કસૂર થયેલી હોવાનું ગણી કાયૅવાહી કરી શકશે.