કેટલાક કેસોમાં ઇન્સાફી કાયૅવાહી થતાં સુધી મિલકત કસ્ટડીમાં રાખવા અને તેનો નિકાલ કરવા માટે હુકમ
(૧) કોઇ મિલકત કોઇ ફોજદારી ન્યાયાલય અથવા કોગ્નિઝન્સ લેવાની કે ઇન્સાફી કાયૅવાહી માટે કેસ કમિટ કરવાની સતા ધરાવતા મેજિસ્ટ્રેટ સમક્ષ પોલીસ તપાસ ઇન્કવાયરી કે ઇન્સાફી કાયૅવાહી દરમ્યાન રજૂ કરવામાં આવે ત્યારે તે તપાસ કે ઇન્સાફી કાયૅવાહી પૂરી થતાં સુધી તે મિલકત યોગ્ય કસ્ટડીમાં રાખવાનો ન્યાયાલય અથવા મેજિસ્ટ્રેટ પોતાને યોગ્ય લાગે તેવો હુકમ કરી શકશે અને તે મિલકત જલ્દી અને કુદરતી રીતે બગડી જાય તેવી હોય અથવા અન્યથા તેમ કરવું ઇષ્ટ જણાય તો ન્યાયાલય અથવા મેજિસ્ટ્રેટ પોતે જરૂરી ગણે તેવા પુરાવાની લેખિત નોંધ કયૅ | પછી તે મિલકત વેચી નાખવાનો કે બીજી રીતે તેનો નિકાલ કરવાનો હુકમ કરી શકશે.
સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુ માટે મિલકત નીચેનાનો સમાવેશ થાય છે કે
(એ) ન્યાયાલય સમક્ષ રજૂ કરવામાં આવેલ હોય અથવા તેની કસ્ટડીમાં હોય તેવી કોઇપણ પ્રકારની મિલકત અથવા દસ્તાવેજ
(બી) જેના સબંધમાં કોઇ ગુનો થયાનું જણાય અથવા કોઇ ગુનો કરવામાં જેનો ઉપયોગ થયાનું જણાય તે કોઇપણ મિલકત
(૨) ન્યાયાલય અથવા મેજિસ્ટ્રેટ પેટા કલમ (૧)માં ઉલ્લેખેલ મિલકતને તેને સમક્ષ રજૂ કયૅલાના ૧૪ દિવસની મુદતની અંદર રાજય સરકાર દ્રારા નિયમોથી ઠરાવવામાં આવે તેવા નમૂનામાં અને તેવી રીતે આવી મિલકતની વિગતો સમાવિષ્ટ કરતું નિવેદન તૈયાર કરશે.
(૩) ન્યાયાલય અથવા મેજિસ્ટ્રેટ પેટા કલમ (૧) માં ઉલ્લેખેલ મિલકતનો ફોટો લેવડાવશે અને જો જરૂરી હોય તો મોબાઇલ ફોન અથવા કોઇ અન્ય ઇલેકટ્રોનિક મિડિયા પર વિડિયોગ્રાફી કરાવશે.
(૪) પેટા કલમ (૨) અન્વયે તૈયાર કરાયેલ નિવેદન અને પેટા કલમ (૩) હેઠળ લીધેલ ફોટોગ્રાફ કે વિડિયોને આ સંહિતા હેઠળની ઇન્કવાયરી ઇન્સાફી કાયૅવાહી અથવા અન્ય કાયૅવાહીઓમાં પુરાવા તરીકે ઉપયોગ કરી શકાશે.
(૫) ન્યાયાલય અથવા મેજિસ્ટ્રેટ પેટા કલમ (૨) અન્વયે નિવેદન તૈયાર થયાના અને પેટા કલમ (૩) હેઠળ લીધેલ ફોટોગ્રાફ કે વિડિયો લીધાના ૩૦ દિવસની મુદતની અંદર મિલકતનો નિકાલ નાશ જપ્તી અથવા સોંપણી આમાં હવે પછી ઠરાવવામાં આવેલ રીતે કરવામાં આવશે.
Copyright©2023 - HelpLaw