આરોપી પાસેથી મળી આવેલી રોકડ રકમ નિદોષ ખરીદનારને આપવા બાબત - કલમ : 499

આરોપી પાસેથી મળી આવેલી રોકડ રકમ નિદોષ ખરીદનારને આપવા બાબત

ચોરી કરવાના કે ચોરીનો માલ રાખવાના ગુના માટે અથવા જેમાં ચોરી કરવાના કે ચોરીનો માલ રાખવાના ગુનાનો સમાવેશ થતો હોય તે ગુના માટે કોઇ વ્યકિતને દોષિત ઠરાવવામાં આવે અને એમ સાબિત થાય કે તેની પાસેથી અન્ય વ્યકિતએ ચોરીનો માલ હોવાનું જાણ્યા સિવાય અથવા એવું માનવાને કારણ હોવા સિવાય તે માલ ખરીદેલ છે અને દોષિત ઠરેલ વ્યકિતને પકડતી વખતે તેના કબ્જામાંથી કોઇ રોકડ કબ્જે લેવામાં આવેલ છે ત્યારે ન્યાયાલય એવા ખરીદનારની અરજી ઉપરથી અને ચોરાયેલ માલનો કબ્જો મેળવવા હકદાર વ્યકિતને તે પાછો આપવામાં આવે ત્યારે તે ખરીદનારે ચુકવેલી કિંમત કરતા વધુ નહી એવી રકમ એવી રોકડ રકમમાંથી એવા હુકમની તારીખથી ૬ મહિનાની અંદર તેને સોંપી દેવાનો હુકમ કરી શકશે.