
કલમ-૪૯૮ કે કલમ-૪૯૯ હેઠળના હુકમો સામે અપીલ
(૧) કલમ-૪૯૮ કે કલમ-૪૯૯ હેઠળ ન્યાયાલયે કે મેજિસ્ટ્રેટે કરેલા હુકમથી નારાજ થયેલ કોઇપણ વ્યકિત તે ન્યાયાલયના ગુના સાબિતીના હુકમ ઉપરથી સામાન્ય રીતે જે ન્યાયાલયને અપીલ થઇ શકતી હોય તે ન્યાયાલયને તેની સામે અપીલ કરી શકશે.
(૨) એવી અપીલ થાય ત્યારે અપીલ ન્યાયાલય અપીલનો નિકાલ થતાં સુધી તે હુકમ સ્થગિત કરવાનો આદેશ આપી શકશે અથવા હુકમ સુધારી શકશે તેમાં ફેરફાર કરી શકશે અથવા તે રદ કરી શકશે અને ન્યાયી હોય તેવા બીજા હુકમો કરી શકશે.
(૩) પેટા કલમ (૨)માં ઉલ્લેખાયેલી સતા જેમાં પેટા કલમ(૧) માં ઉલ્લેખાયેલ હુકમ થયેલ હોય તે કેસની કાયૅવાહી કરતી વખતે અપીલ ન્યાયાલય બહાલી આપનારી ન્યાયાલય કે ફેર તપાસ કરનાર ન્યાયાલય પણ વાપરી શકશે.
Copyright©2023 - HelpLaw