બદનક્ષીકારક અને એવી બીજી વસ્તુઓનો નાશ કરવા બાબત - કલમ : 501

બદનક્ષીકારક અને એવી બીજી વસ્તુઓનો નાશ કરવા બાબત

(૧) ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૨૯૪ કલમ-૨૯૫ અથવા કલમ-૩૫૯ ની પેટા કલમો (૩) અને (૪) હેઠળના ગુના સાબિત થતા ન્યાયાલય જે વસ્તુ અંગે ગુનો સાબિત થયો હોય તેની જે નકલો ન્યાયાલયની કસ્ટડીમાં હોય અથવા દોષિત ઠરેલ વ્યકિતના કબ્વજામાં કે તેના નિયંત્રણ નીચે હોય તે તમામ નકલોનો નાશ કરવાનો હુકમ કરી શકશે.

(૨) ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૨૭૪ કલમ-૨૭૫ કલમ-૨૭૬ કે કલમ-૨૭૭ હેઠળનો ગુનો સાબિત થતાં ન્યાયાલય જેના અંગે ગુનો સાબિત થયો હોય તે ખાવાની વસ્તુ પીવાની વસ્તુ દવા કે તબીબી બનાવટનો તેવી જ રીતે ના કરવાનો હુકમ કરી શકશે.