
સ્થાવર મિલકતનો કબ્જો પાછો સોંપવાની સતા
(૧) ગુનાહિત બળના ઉપયોગ દ્રારા અથવા બળ દાખવીને અથવા ગુનાહિત ધમકી આપીને કરવમાં આવેલા કોઇ ગુના માટે કોઇ વ્યકિતને દોષિત ઠરાવવામાં આવે અને ન્યાયાલયને એમ જણાય કે એવા બળના ઉપયોગ દ્રારા અથવા બળ દાખવીને કે ગુનાહિત ધમકી આપીને કોઇ વ્યકિત પાસેથી કોઇ સ્થાવર મિલકતનો કબ્જો છીનવી લેવામાં આવેલ છે ત્યારે ન્યાયાલય પોતાને યોગ્ય લાગે તો તે મિલકત જેના કબ્જામાં હોય તેને જરૂરી જણાય તો બળ વાપરીને ખાલી કરાવ્યા પછી તેનો કબ્જો ઉપયુકત વ્યકિતને પાછો સોંપવાનો હુકમ કરી શકશે.
પરંતુ એવો કોઇપણ હુકમ ગુના સાબિતીની તારીખથી એક મહિના પછી ન્યાયાલય કરી શકશે નહી.
(૨) ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરનાર ન્યાયાલયે પેટા કલમ (૧) હેઠળનો હુકમ કરેલ ન હોય ત્યારે અપીલ ન્યાયાલય બહાલી આપનાર ન્યાયાલય કે ફેર તપાસ કરનાર ન્યાયાલય પોતાને યોગ્ય લાગે તો યથાપ્રસંગ અપીલ બહાલી માટે મોકલાયેલ કાયૅવાહી કે ફેર તપાસનો નિકાલ કરતી વખતે એવો હુકમ કરી શકશે.
(૩) પેટા કલમ (૧) હેઠળ હુકમ કરવામાં આવેલ હોય ત્યારે કલમ-૫૦૦ની જોગવાઇઓ કલમ-૪૯૯ હેઠળના હુકમના સબંધમાં જે રીતે લાગુ પડતી હોય તે રીતે તેના સબંધમાં લાગુ પડશે.
(૪) કોઇ વ્યકિત દીવાની દાવામાં સ્થાપિત કરી શકે એવા તે સ્થાવર મિલકત પરત્વેના તેના કોઇ હકકને કે તેમાંના કોઇ હિતને આ કલમ હેઠળ થયેલ કોઇ હુકમથી બાધ આવશે નહી.
Copyright©2023 - HelpLaw