
મિલકત કબ્જે લીધા પછી પોલીસે અનુસરવાની કાયૅરીતિ
(૧) કોઇ પોલીસ અધિકારીએ મિલકત કબ્જે લીધાનો આ સંહિતાની જોગવાઇ હેઠળ મેજિસ્ટ્રેટને રિપોટૅ કરવામાં આવે અને તપાસ કે ઇન્સાફી કાયૅવાહી દરમ્યાન ફોજદારી ન્યાયાલય સમક્ષ તે મિલકત રજૂ ન કરવામાં આવે ત્યોર મિલકતના નિકાલ સબંધી અથવા તેનો કબ્જો ધરાવતા હકદાર વ્યકિતને તે મિલકત સોંપી દેવા સબંધી અથવા તે વ્યકિત અંગે ખાતરી કરી જાણી ન શકાય તો તે મિલકતની કસ્ટડી અને તેને રજૂ કરવા સબંધમાં મેજિસ્ટ્રેટ પોતાને યોગ્ય લાગે તે હુકમ કરી શકશે.
(૨) એ રીતે કોણ હકદાર છે તેની ખબર હોય તો મેજિસ્ટ્રેટ પોતાને યોગ્ય લાગે તેવી હોય તે શરતોએ (જો કોઇ હોય તો) મિલકત તેને સોંપી દેવાનો હુકમ કરી શકશે અને હકકદાર કોણ છે તેની ખબર ન હોય તો મેજિસ્ટ્રેટ તે મિલકત રોકી રાખી શકશે અને જો તેમ કરે તો તેણે તેમાં કઇ કઇ વસ્તુઓ છે તે દશૅાવતું અને જે કોઇ વ્યકિતને તે મિલકત પરત્વે હકદાવો હોય તેને જાહેરનામાની તારીખથી છ મહિનાની અંદર પોતાની સમક્ષ હાજર થઇ તેને હકકદાવો સાબિત કરવા ફરમાવતું જાહેરનામું કાઢવું જોઇશે.
Copyright©2023 - HelpLaw