
છ મહિનાની અંદર કોઇ હકક દાવેદાર હાજર ન થાય તો કાયૅરીતિ
(૧) એવી મુદતની અંદર કોઇ વ્યકિત એવી મિલકત પરત્વે તેનો હકકદાવો સ્થાપિત ન કરે અને એવી મિલકત જેના કબ્જામાંથી મળી આવી હોય તે વ્યકિત તે મિલકત તેણે કાયદેસર રીતે મેળવેલ હતી એમ દશૅાવી ન શકે તો મેજિસ્ટ્રેટ એવો હુકમ કરી શકશે કે રાજય સરકાર તે મિલકતની ગમે તે વ્યવસ્થા કરી શકશે અને તે સરકાર તે વેચી શકશે અને તેના વેચાણની ઉપજની વ્યવસ્થા રાજય સરકાર દ્રારા નિયમોથી ઠરાવવામાં આવે તેવી રીતે કરવામાં આવશે.
(૨) એવા હુકમ સામે મેજિસ્ટ્રેટના ગુના સાબિતીના હુકમ ઉપર સામાન્ય રીતે જે ન્યાયાલયમાં અપીલ થઇ શકતી હોય તે ન્યાયાલયને અપીલ થઈ શકશે.
Copyright©2023 - HelpLaw