
બગડી જાય તેવી મિલકત વેચી નાખવાની સતા
એવી મિલકતનો કબ્જો મેળવવા કોણ હકદાર છે તેની ખબર ન હોય અથવા તે ગેરહાજર હોય અને મિલકત જલ્દી અને કુદરતી રીતે બગડી જાય તેવી હોય અથવા તેને કબ્જે લીધાનો રિપોટૅ જે મેજિસ્ટ્રેટને કરવામાં આવે તેનો અભિપ્રાય એવો થાય કે તે મિલકત વેચી નાખવાથી તેના માલિકને ફાયદો થશે અથવા તેવી મિલકતની કિંમત દસ હજાર રૂપિયાથી ઓછી છે તો મેજિસ્ટ્રેટ કોઇપણ સમયે તે મિલકત વેચી નાખવાનો આદેશ આપી શકશે અને શકય હોય ત્યાં સુધી કલમો-૫૦૩ અને ૫૦૪ ની જોગવાઇઓ એવા વેચાણની ચોખ્ખી ઉપજને લાગુ પડશે.
Copyright©2023 - HelpLaw