કાયૅવાહીને દુષિત ન કરનારી અનિયમસરતાઓ - કલમ : 506

કાયૅવાહીને દુષિત ન કરનારી અનિયમસરતાઓ

કોઇ મેજિસ્ટ્રેટને નીચે પ્રમાણે કરવાની કાયદાથી સતા અપાયેલ ન હોય અને તે ભૂલથી શુધ્ધબુધ્ધિપૂવૅક તેમ કરે તો તેને તેવી રીતે સતા ન અપાયેલ હોવાના કારણે જ તેની કાયૅવાહી રદ કરી શકાશે નહી.

(એ) કલમ-૯૭ હેઠળ ઝડતી વોરંટ કાઢવાની

(બી) કોઇ ગુનાની પોલીસ તપાસ કરવાનો પોલીસને કલમ-૧૭૪ હેઠળ હુકમ કરવાની

(સી) કલમ-૧૯૬ હેઠળ મૃત્યુ વિષયક તપાસ કરવાની

(ડી) પોતાની સ્થાનિક હકૂમતની બહાર જેણે કોઇ ગુનો કયો હોય તે વ્યકિતને એવી હકૂમતની અંદર પકડવા માટે કલમ-૨૦૭ હેઠળ કામગીરી હુકમ કાઢવાની

(ઇ) કલમ-૨૧૦ની પેટા કલમ (૧) ના ખંડ (એ) એ ખંડ (બી) હેઠળ કોઇ ગુના અંગે કાયૅવાહી શરૂ કરવાની

(એફ) કલમ-૨૧૨ની પેટા કલમ (૨) હેઠળ કોઇ કેસ સોંપવાની

(જી) કલમ-૩૪૩ હેઠળ માફી આપવાની

(એચ) કલમ-૪૫૦ હેઠળ કેસ પાછો ખેંચવાની અને તેની ઇન્સાફી કાયૅવાહી જાતે કરવાની અથવા

(આઇ) કલમ-૫૦૪ કે ૫૦૫ હેઠળ મિલકત વેચવાની