
કાયૅવાહી દૂષિત કરનારી અનિયમસરતાઓ
કોઇ મેજિસ્ટ્રેટ આ માટે કાયદાથી પોતાને સતા મળેલી ન હોય અને નીચે પ્રમાણે કરે તો તેની કાયૅવાહી ફોક થશે.
(એ) કલમ-૮૫ હેઠળ મિલકત જપ્ત કરીને વેચે
(બી) ટપાલ સતાધિકારીની કસ્ટડીમાંના કોઇ પત્ર પાસૅલ કે બીજી વસ્તુ માટે ઝડતી વોરંટ કાઢે
(સી) સુલેહ જાળવવા જામીનગીરી માગે
(ડી) સારા વતૅન માટે જામીનગીરી માગે
(ઇ) સારૂ વતૅન રાખવા માટે કાયદેસર રીતે બંધાયેલી વ્યકિતને છોડી મૂકે
(એફ) સુલેહ જાળવવા માટેનો મુચરકો રદ કરે
(જી) ભરણપોષણનો હુકમ કરે
(એચ) કોઇ સ્થાનિક ત્રાસદાયક બાબત અંગે કલમ-૧૫૨ હેઠળ હુકમ કરે
(આઇ) જાહેર ત્રાસદાયક બાબત ફરીથી કરવાની કે ચાલુ રાખવાની કલમ-૧૬૨ હેઠળ મના કરે
(જે) પ્રકરણ-૧૧ના ભાગ સી કે ભાગ ડી હેઠળ હુકમ કરે
(કે) કલમ-૨૧૦ની પેટા કલમ (૧) ના ખંડ (સી) હેઠળ કોઇ ગુનાની કાયૅવાહી શરૂ કરે
(એલ) કોઇ ગુનેગાર સામે ઇન્સાફી કાયૅવાહી કરે
(એમ) કોઇ ગુનેગાર સામે સંક્ષિપ્ત રીતે ઇન્સાફી કાયૅવાહી કરે
(એન) બીજા કોઇ મેજિસ્ટ્રેટે જેની લેખિત નોંધ કરી હોય તે કાયૅવાહી ઉપરથી કલમ-૩૬૪ હેઠળ સજા કરે
(ઓ) કોઇ અપીલનો નિણૅય કરે
(પી) કલમ-૪૩૮ હેઠળ કાયૅવાહી મંગાવે અથવા
(કયુ) કલમ-૪૯૧ હેઠળ થયેલો હુકમ ફેરવે
Copyright©2023 - HelpLaw