કલમ-૧૮૩ કે કલમ-૩૧૬ ની જોગવાઇઓનું પાલન ન થવા બાબત - કલમ : 509

કલમ-૧૮૩ કે કલમ-૩૧૬ ની જોગવાઇઓનું પાલન ન થવા બાબત

(૧) કલમ-૧૮૩ કે કલમ-૩૧૬ હેઠળ લખી લેવાયેલી અથવા લખી લેવાયેલ હોવાનું અભિપ્રેત હોય તેવી આરોપીની કોઇ કબૂલાત કે તેનું અન્ય કથન જેની સમક્ષ પુરાવામાં આપવામાં આવે અથવા પુરાવામાં લેવામાં આવેલ હોય તે ન્યાયાલયને એમ જણાય કે તે કથન લખી લેનાર મેજિસ્ટ્રેટે આ બેમાંની કોઇ એક કલમની જોગવાઇઓનું પાલન કરેલ નથી તો તે ન્યાયાલય ભારતીય સાક્ષ્ય અધિનિયમ ૨૦૨૩ (૨૦૨૩નો ૪૭ મો) ની કલમ-૯૪માં ગમે તે મજકૂર હોય તે છતા એવું પાલન ન થવા સબંધી પુરાવો લઇ શકશે અને જો તેને એવી ખાતરી થાય કે એવું પાલન ન કરવાથી આરોપીને ગુણદોષ ઉપર પોતાનો બચાવ કરવામાં નુકશાન થયેલ નથી અને લખી લેવાયેલ કથન તેણે યોગ્ય રીતે કરેલ છે તો એવું કથન ગ્રાહ્ય રાખી શકશે.

(૨) આ કલમની જોગવાઇઓ અપીલ ન્યાયાલય નિણૅયાથૅ મોકલાવેલ કેસ ચલાવનાર ન્યાયાલય અને ફેરતપાસ કરનાર ન્યાયાલયને લાગુ પડશે.