
ત્હોમતનામું તૈયાર ન કરવા અથવા તેમાં કોઇ ત્હોમત ન હોવા અથવા તેમાં ભૂલ હોવાથી થતી અસર
(૧) કાયદેસર હકૂમત ધરાવતા ન્યાયાલયે કરેલો નિણૅય સજા કે હુકમ ત્હોમતનામું તૈયાર કરવામાં આવ્યું ન હતુ તે કારણે ત્હોમતના ગેરજોડાણ સહિત ત્હોમતનામાંની કોઇ ભુલ કે ચૂક કે અનિયમસરતાને કારણે અપીલ ન્યાયાલય બહાલ રાખનાર ન્યાયાલય કે ફેરતપાસ કરનાર ન્યાયાલયના અભિપ્રાય મુજબ ખરેખર ન્યાયનો હેતુ સૌ ન હોવાનું ન જણાય તો તેટલા જ કારણે તે અમાન્ય ગણાશે નહી.
(૨) અપીલ ન્યાયાલય બહાલ રાખનાર ન્યાયાલય અથવા ફેરતપાસ કરનાર ન્યાયાલયનો અભિપ્રાય એવો થાય કે ખરેખર ન્યાયનો હેતુ સયો નથી તો ન્યાયાલય નીચે પ્રમાણે કરી શકશે.
(એ) ત્હોમતનામું કરવામાં ન આવેલ હોય ત્યારે તેવો હુકમ કરી શકશે કે હોમતનામું તૈયાર કરવું અને ત્હોમતનામું તૈયાર કરવાના તબકકા પછીના તરતના તબકકેથી ઇન્સાફી કાયૅવાહી ફરીથી શરૂ કરવી.
(બી) ત્હોમતનામામાં ભુલ ચૂક કે અનિયમસરતા થયેલ હોય ત્યારે પોતે યોગ્ય ગણે તેવી કોઇપણ રીતે તૈયાર કરેલા ત્હોમતનામા ઉપર નવેસરથી ઇન્સાફી કાયૅવાહી કરવાનો આદેશ આપી શકશે.
પરંતુ ન્યાયલયનો અભિપ્રાય એવો થાય કે કેસની હકીકત એવી છે કે સાબિત થયેલી હકીકતોના સબંધમાં આરોપી સામે કોઇ કાયદેસર ત્હોમત મૂકી શકાય તેમ નથી તો તેણે ગુના સાબિતી રદ કરવી જોઇશે.
Copyright©2023 - HelpLaw