બાધ માટેની મુદત વીતિ ગયા પછી ઇન્સાફી કાયૅવાહી શરૂ કરવાને બાધ - કલમ : 514

બાધ માટેની મુદત વીતિ ગયા પછી ઇન્સાફી કાયૅવાહી શરૂ કરવાને બાધ

(૧) આ સંહિતામાં અન્યત્ર અન્યથા જોગવાઇ કરેલ હોય તે સિવાય પેટા કલમ (૨)માં નિર્દિષ્ટ કરેલા વગૅના ગુનાની ઇન્સાફી કાયૅવાહી કોઇપણ ન્યાયાલય બાધ માટેની મુદત વીત્યા પછી શરૂ કરી શકશે નહી.

(૨) બાધ માટેની મુદત નીચે પ્રમાણે રહેશે.

(એ) ગુનો માત્ર દંડની શિક્ષાને પાત્ર હોય તો છ મહિના

(બી) ગુનો એક વષૅ સુધીની કેદની શિક્ષાને પાત્ર હોય તો એક વષૅ

(સી) ગુનો એક વષૅ કરતાં વધુ પરંતુ ત્રણ વષૅ સુધીની શિક્ષાને પાત્ર હોય તો ત્રણ વષૅ

(૩) આ કલમના હેતુઓ માટે સાથે ઇન્સાફી કાયૅવાહી કરી શકાય તેવા ગુનાના સબંધમાં બાધ માટેની મુદત વધુ કડક સજા કરી શકાય તેવા અથવા યથાપ્રસંગ વધુમાં વધુ કડક સજા કરી શકાય તેવા ગુનાના સંદભૅમાં નકકી કરવામાં આવશે.

સ્પષ્ટીકરણ.- સમયમયૅવાદાની મુદતની ગણતરીના હેતુ માટે કલમ-૨૨૩ હેઠળની ફરિયાદ દાખલ કયૅાની તારીખ અથવા કલમ-૧૭૩ હેઠળ માહિતી રેકડૅ કયૅવાની તારીખ તે સબંધિત તારીખ રહેશે.