
બાધ માટેની મુદતનો આરંભ
(૧) ગુનેગારના સબંધમાં બાધ માટેની મુદતનો નીચે પ્રમાણે આરંભ થશે.
(એ) ગુનાની તારીખે અથવા
(બી) ગુનો થયાનું ગુનાનો ભોગ બનેલ વ્યકિતના કે કોઇ પોલીસ અધિકારીના જાણવામાં આવેલ ન હોય ત્યારે જે દિવસે ગુનો થયાની જાણ તે વ્યકિત કે કોઇ પોલીસ અધિકારી એ બેમાંથી કોઇને વહેલામાં વહેલી થાય તે પ્રથમ દિવસે અથવા
(સી) ગુનો કરનાર કોણ છે તે જાણવામાં આવેલ ન હોય ત્યારે ગુનાનો ભોગ બનેલ વ્યકિત અથવા ગુનાની પોલીસ તપાસ કરનાર પોલીસ અધિકારી એ બેમાંથી જે કોઇને જે દિવસે ગુનેગાર કોણ છે તેની વહેલામાં વહેલી જાણ થાય તે પ્રથમ દિવસે
(૨) સદરહુ મુદત ગણતી વખતે જે દિવસથી મુદત ગણવાની હોય તે દિવસ બાદ કરવામાં આવશે.
Copyright©2023 - HelpLaw