કેટલાક કિસ્સઓમાં સમય બાદ કરવા બાબત - કલમ : 516

કેટલાક કિસ્સઓમાં સમય બાદ કરવા બાબત

(૧) બાધ માટેની મુદત ગણતી વખતે જે સમય દરમ્યાન કોઇ વ્યકિત અવ્વલ ન્યાયાલયમાં અથવા અપીલ ન્યાયાલયમાં કે ફેરતપાસ કરનાર ન્યાયાલયમાં ગેનેગાર સામે યોગ્ય ખંતથી બીજા ફોજદારી કામમાં રોકાયેલ હોય તે સમય બાદ કરવામાં આવશે.

પરંતુ તે ફોજદારી કમ તેની તે હકીકતને લગતું હોય અને તે એવા ન્યાયાલયની શુધ્ધબુધ્ધિથી હાથ ધરવામાં આવેલા હોય કે તે ન્યાયાલય હકૂમતની ખામી અથવા તેના જેવો પ્રકારના બીજા કારણે તે ચલાવી શકતી ન હોય તે સિવાય એવી રીતે સમય બાદ કરી શકાશે નહી.

(૨) મનાઇ હુકમ કે કોઇ હુકમ દ્રારા ગુના સબંધી ફોજદારી કામ શરૂ કરવાનું સ્થગિત કરવામાં આવેલ હોય ત્યારે બાધ માટેની મુદત ગણતી વખતે તે મનાઇ હુકમ કે હુકમનો અમલ જે મુદત દરમ્યાન ચાલુ હોય તે મુદત જે દિવસે તે કાઢવામાં કે કરવામાં આવેલ હોય તે દિવસે અને જે દિવસે તે પાછો ખેંચી લેવામાં આવેલ હોય તે દિવસ બાદ કરવામાં આવશે.

(૩) ગુનાના ફોજદારી કામ અંગે નોટીશ આપવામાં આવેલ હોય અથવા તે સમયે અમલમાં હોય તેવા કોઇપણ કાયદા હેઠળ ગુનાનું ફોજદારી કામ શરૂ કરવા માટે સરકારની કે બીજા કોઇ સતાધિકારીની અગાઉથી સંમતિ કે મંજુરી મેળવવાનું જરૂરી હોય ત્યારે બાધ માટેની મુદત ગણતી વખતે યથાપ્રસંગ તે નોટીશની મુદત અથવા તે સંમતિ કે મંજૂરી મેળવવા માટેનો જરૂરી સમય બાદ કરવામાં આવશે.

સ્પષ્ટીકરણઃ- સરકારની કે બીજા કોઇ સતાધિકારીની સંમતિ કે મંજૂરી મેળવવા માટેનો જરૂરી સમય ગણતી વખતે જે તારીખે સંમતિ કે મંજૂરી મેળવવા માટે અરજી કરવામાં આવેલ હોય તે તારીખ અને સરકાર કે બીજા સતાધિકારીનો હુકમ મળ્યાની તારીખ એ બંને બાદ કરવામાં આવશે.

(૪) બાધ માટેની મુદત ગણતી વખતે નીચેનો સમય બાદ કરવામાં આવશે.

(એ) ગુનેગાર ભારતમાંથી અથવા કેન્દ્ર સરકારના શાસન હેઠળના ભારત બહારના કોઇપણ પ્રદેશમાંથી ગેરહાજર હોય તે સમય અથવા

(બી) ગેનેગારે નાસી જઇને અથવા પોતાને છુપાવી રાખીને ધરપકડ ટાળેલ હોય તે સમય