કેટલાક કેસોમાં બાધ માટેની મુદત લંબાવવા બાબત - કલમ : 519

કેટલાક કેસોમાં બાધ માટેની મુદત લંબાવવા બાબત

આ પ્રકરણની અગાઉની જોગવાઇઓમાં ગમે તે મજકૂર હોય તે છતા કોઇપણ ન્યાયાલય કેસની હકીકતો અને સંજોગો ઉપરથી પોતાને એવી ખાતરી થાય કે થયેલ વિલંબનો યોગ્ય રીતે ખુલાસો કરવામાં આવેલ છે અથવા ન્યાયના હિતમાં ગુનાની ઇન્સાફી કાયૅવાહી શરૂ કરવી જરૂરી છે તો બાધ માટેની મુદત પૂરી થયા પછી ગુનાની ઇન્સાફી કાયૅવાહી શરૂ કરી શકશે.