ઉચ્ચન્યાયાલય સમક્ષની ઇન્સાફી કાયૅવાહી - કલમ : 520

ઉચ્ચન્યાયાલય સમક્ષની ઇન્સાફી કાયૅવાહી

કલમ-૪૪૭ હેઠળ હોય તે સિવાય ઉચ્ચન્યાયાલય ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરે ત્યારે સેશન્સ ન્યાયાલય કેસની ઇન્સાફી કાયૅવાહી કરતી હોત તો તે જે કાયૅરીતિને અનુસરત તે જ કાયૅરીતિને ગુનાની ઇન્સાફી કાયૅવાહી કરતી વખતે ઉચ્ચન્યાયાલયે અનુસરવું જોઇશે.