લશ્કરી ન્યાયાલય દ્રારા ઇન્સાફી કાયૅવાહી કરવાપાત્ર વ્યકિતઓ કમાન્ડિંગ અધિકારીઓને સોંપવા બાબત
(૧) આમી નૌકાદળ કે હવાઇદળને લગતો કાયદો અથવા તે સમયે અમલમાં હોય તે સંઘના સશસ્ત્ર દળો સબંધી બીજો કાયદો જેને લાગુ પડતો હોય તે વ્યકિતઓની ઇન્સાફી કાયૅવાહી કયા કિસ્સાઓમાં આ સંહિતા જે ન્યાયાલયને લાગુ પડતો હોય તે ન્યાયાલયે કરવી અથવા કયા કિસ્સાઓમાં લશ્કરી ન્યાયાલયે કરવી તે અંગે આ સંહિતા અને હવાઇદળ અધિનિયમ ૧૯૫૦ (૧૯૫૦નો ૪૫મો) આમી અધિનિયમ ૧૯૫૦ (૧૯૫૦નો ૪૬મો) નૌકાદળ અધિનિયમ ૧૯૫૭ (૧૯૫૭નો ૬૨મો) અને તે સમયે અમલમાં હોય તેવા સંઘના સશસ્ત્ર દળોને લગતા સદરહુ બીજા કાયદા સાથે સુસંગત નિયમો કેન્દ્ર સરકાર કરી શકશે અને જયારે કોઇ વ્યકિતને કોઇ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવે અને તેના ઉપર જે ન્યાયાલયને આ સંહિતા લાગુ પડતો હોય તે ન્યાયાલય દ્રારા અથવા લશ્કરી ન્યાયાલય દ્રારા ઇન્સાફી કાયૅવાહી કરવા યોગ્ય ગુનાનું ત્હોમત મુકવામાં આવે ત્યારે તે મેજીસ્ટ્રેટ એવા નિયમો ધ્યાનમાં રાખશે અને યોગ્ય કિસ્સાઓમાં ન્યાયાલય દ્રારા તેની સામે ઇન્સાફી કાયૅવાહી થવા માટે તેને તેના ઉપર જે ગુનાનો આરોપ મૂકવામાં આવેલ હોય તે ગુનાના નિવેદન સાથે તેના યુનિટના કમાન્ડિંગ ઓફીસરને અથવા સૌથી નજીકના યથાપ્રસંગ આમી નૌકાદળ કે હવાઇદળ સ્ટેશનના કમાન્ડિંગ ઓફિસરને સોંપી દેશે.
સ્પષ્ટીકરણ:- આ કલમમાં
(એ) યુનિટમાં રેજિમેન્ટ કોર જહાજ ડીટેચમેન્ટ ગ્રુપ બટાલિયન કે કંપનીનો સમાવેશ થાય છે.
(બી) લશ્કરી ન્યાયાલય માં સંઘના સશસ્ત્ર દળોને લાગુ પડતા સબંધિત કાયદા હેઠળ રચાયેલ લશ્કરી ન્યાયાલયને જે સતા હોય તેવી જ સતાવાળી કોઇપણ ટ્રિબ્યુનલનો સમાવેશ થાય છે.
(૨) એવી કોઇ જગ્યાએ મૂકેલા કે નોકરીમાં રાખેલ સૈનિકો નાવિકો અથવા વિમાનીઓના કોઇ યુનિટ કે મંડળના કમાન્ડિંગ ઓફિસરની તે અંગે લેખિત અરજી મળતા દરેક મેજીસ્ટ્રેટ એવા ગુનાના આરોપીને પકડવા અને અટકમાં રાખવા માટે પોતાથી બને તે બધું કરવું જોઇશે.
(૩) ઉચ્ચન્યાયાલય પોતાને યોગ્ય લાગે તો એવો આદેશ આપી શકશે કે રાજયની અંદર આવેલી કોઇપણ જેલમાં અટકાયતમાં રાખયેલ કેદીને લશ્કરી ન્યાયાલય સમક્ષ ઇન્સાફી કાયૅવાહી થવા માટે અથવા લશ્કરી ન્યાયાલય સમક્ષ ચાલી રહેલ કોઇ કાયૅવાહી અંગે જુબાની આપવા માટે લશ્કરી ન્યાયાલય સમક્ષ મોકલવો
Copyright©2023 - HelpLaw