કેટલાક કેસોમાં એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટને ફાળવાયેલ કાયૌમાં ફેરફાર કરવાની સતા - કલમ : 524

કેટલાક કેસોમાં એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટને ફાળવાયેલ કાયૌમાં ફેરફાર કરવાની સતા

ઠરાવ દ્રારા રાજયની વિધાનસભા એવી પરવાનગી આપે તો રાજય સરકાર ઉચ્ચન્યાયાલય સાથે વિચાર વિનિયમ કરીને જાહેરનામાંથી આદેશ આપી શકશે કે કલમો-૧૨૭ કલમ-૧૨૮ કલમ-૧૨૯ કલમ-૧૬૪ અને કલમ-૧૬૬માં એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટના ઉલ્લેખોનો અથૅ પહેલા વગૅના જયુડિશિયલ મેજિસ્ટ્રેટના ઉલ્લેખો તરીકે કરવામાં આવશે.